નવી દિલ્હી: ચીન સાથે વિવાદમાં ભારતે લદાખ (Ladakh) માં પોતાના સૌથી ખતરનાક ફાઈટર હેલિકોપ્ટર અપાચેને પણ મેદાનમાં ઉતારી દીધુ છે. અપાચે એક એવો વાયુવીર છે જે ચીની સેનાને સંપૂર્ણ રીતે બરબાદ કરવાનો દમ ધરાવે છે.
અમેરિકા ખુલીને ભારતના સપોર્ટમાં આવ્યું, ચીનની દાદગીરી રોકવા માટે પોતાના સૈનિકોને કરશે તૈનાત
લદાખમાં હિન્દુસ્તાનનો બાહુબલી
હવે અમે તમને એક વીડિયો બતાવીએ છીએ. લદાખના આકાશ્માં ઉડાણ ભરતા આ વાયુવીરોને ધ્યાનથી જુઓ. તેઓ ભારતીય વાયુસેનાના બાહુબલી છે જે એક જ વારમાં ચીનને એવો પાઠ ભણાવવાનો દમ ધરાવે છે કે તે ચીન ક્યારેય ભૂલી નહીં શકે.
@ranaashutosh10
जी की एक पंक्ति याद आ गई. "क्या कहते हो मेरे भारत से चीनी टकराएंगे? चीनी को तो हम पानी में घोल-घोल पी जाएंगे."AH 64 Longbow Apache attack helicopters patrolling over Pangong lake, Ladakh. Armed with 16 Hellfire missiles (Heliborne launched, fire and forget). pic.twitter.com/WXCYruTidX
— आयुष पत्रकार (@ayush_sinha7) June 25, 2020
આ ફાઈટર હેલિકોપ્ટરનું નામ અપાચે છે (Apache attack helicopter) અને તેનું કામ દુશ્મનોનો ખાતમો કરવાનુ છે. લદાખમાં અપાચેને ઉડાણ ભરતા જોઈ શકાય છે. અપાચે એક એવો ખતરનાક ફાઈટર છે જેનું આવવું જ દુશ્મન માટે સૌથી મોટું જોખમ બની રહે છે.
પાતાળમાંથી પણ શોધી કાઢે છે દુશ્મન!
તેના વિશે કહેવાય છે કે તે પાતાળમાંથી પણ દુશ્મનને શોધી કાઢે છે. હથિયારોથી લેસ અને ખુબ ઝડપથી ઉડાણ ભરતા 'અપાચે' હેલિકોપ્ટર જમીનથી થનારા તમામ હુમલાનો જડબાતોડ જવાબ આપી શકે છે.
1 મિનિટ...128 ટારગેટનો ખેલ ખતમ!
પોતાના મિલિમીટર વેવ રડારની મદદથી તે હથિયારોથી લેસ દુશ્મનોની હાજરી શોધી શકે છે અને તેને લેઝર ગાઈડેડ મિસાઈલ, રોકેટ અને ગનથી બરબાદ કરી શકે છે.
ચીન વિરુદ્ધ ભારતનું 'બ્રહ્માસ્ત્ર'
લદાખની બર્ફીલી પહાડીઓ પર અપાચેની તૈનાતી ચીનને એ સંદેશ આપવા માટે પૂરતી છે કે જો ચીને કોઈ નાપાક હરકત કરી તો આકાશથી જ એવો જવાબ તેને અપાશે કે જેનાથી તેને અહેસાસ થઈ જશે કે ભારત પોતાની સરહદોની સુરક્ષા કરવાનું સારી પેઠે જાણે છે.
જુઓ LIVE TV
ભારતની પોતાની તૈયારીઓને લઈને કેટલું ગંભીર છે તે તમે અપાચેની આ ઉડાણથી જ જાણી શકો છે. દુનિયાના સૌથી ખતરનાક ફાઈટર હેલિકોપ્ટર અપાચેની તૈનાતી એટલા માટે જ કરાઈ છે. જેનાથી સમય આવ્યે તરત ગલવાન ઘાટી અને ચીન સાથે ઘર્ષણવાળી અન્ય જગ્યાઓ પર કોઈ પણ સૈન્ય અભિયાનને અંજામ આપી શકાય.
લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે